વાંકાનેર શહેર નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બર નજીક પસાર થતી એક રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી જતાં ઓટો રિક્ષાને અકસ્માત નડયો હતો જેમાં રીક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયું હતું…

ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક યુવાનના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવમાં રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે રહેતા અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (ઉ.વ. ૩૬)એ વાંકાનેર સીટી પોલીસમાં ઓટો રીક્ષા નંબર GJ 3 AU 4184 ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટા ભાઇ ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ. ૪૦) આરોપી બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે,

નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેસેલ ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. બનાવની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!