મુસ્લિમ ધર્મના પવિત્ર ગ્રંથ એવા કુરાન શરીફમાં આવેલ 26 આયાતને દુર કરવાની સુપ્રીમમાં અરજી કરી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર ઉત્તરપ્રદેશના વસીમ રિઝવી સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે અરજી-રજુઆત ગુજરાતના ત્રણ મુસ્લિમ ધારાસભ્યો મોહંમદજાવેદ પીરઝાદા(વાંકાનેર), ગ્યાસુદ્દીન શેખ(દરિયાપુર) અને ઇમરાન ખેડાવાલા(જમાલપુર-ખડીયા) દ્વારા ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી (આઈજી)ને કરવામાં આવી છે…

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે કુરાને પાક અલ્લાહની કિતાબ છે. તેમાં એક આયાત તો શુ એક અક્ષરની પણ ફેરબદલ થઈ શકતી નથી. અલ્લાહ ત્આલાએ પોતે પોતાના પાક કલમની હિફાઝત કરવાની જવાબદારી લીધી છે. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા વસીમ રિઝવીએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાના બદઇરાદાથી કુરાન પાકની પવિત્ર 26 આયાતનું ખોટું અર્થઘટન કરી તેને હટાવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં યાચીકા દાખલ કરી છે. જેનાથી દેશભરના મુસ્લિમોની લાગણી દુભાઈ છે…

ભારતીય બંધારણમાં કોર્ટને જે જ્યુડિશિયલ રિવ્યુના અધિકાર મળ્યા છે. તેમાં કોઈ પણ ધર્મની ધાર્મિક બાબતોને રદ કરવાના અધિકારનો સમાવેશ થતો નથી. તેથી કુરાન શરીફની આયાતો રદ કરવાની તો તું એક આયતમાં પણ જેર-જબરનો ફેરફાર કરવાનો કે રદ કરવાનો અધિકાર ભારતની કોઇપણ કોર્ટ રાખતી નથી જેથી આ અરજી સુપ્રીમ કોર્ટની પ્રથમ સુનાવણીમાં જ ફગાવી દેવામાં આવશે તેવું સ્પષ્ટ જાણતા હોવા છતાં,

આરોપી દ્વારા એનકેન પ્રકારે રાજકીય એજન્ડા પર ઇસ્લામ ધર્મને બદનામ કરતા ષડયંત્રકારીઓના હાથો બની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને રાજ્યના દરેક ગામ, તાલુકા, જિલ્લા અને શહેરના પોલીસ મથકોએ પુરાવા સાથે આરોપી વસીમ રિઝવી અને તેના વકિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અરજી આપવામાં આવેલ છે,

ત્યારે આરોપીનો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને પુરાવા રૂપ ગણી આરોપીઓ સામે ધાર્મિક લાગણી દુભાવવા સબબ તાત્કાલિક એફ.આર.આઇ. દાખલ કરવા તેમજ તેની સામે કડક હાથે કામગીરી કરવા માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!