ગઈકાલ સાંજના સમયે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા કુલ ૨૪ સભ્યોમાંથી ૧૬ સભ્યોએ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સામુહિક રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે ત્યારે આજે જે વાતને લઈને આ રાજકીય ભૂકંપ સર્જાયો છે તે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરેલા નામો જાહેર કરવામાં આવ્યા છે….

૧૬ સભ્યોની બહુમતી સાથે પોતાની પસંદગીના પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરી પક્ષમાં નામ મોકલ્યા બાદ પણ ભાજપ દ્વારા તે નામોને અવગણી અને અન્ય નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાંકાનેર પાલિકા માટે પ્રમુખ તારીખે રિટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઇ સુરેલાના નામને ફાઇનલ કરવામાં આવેલ છે. જ્યારે બહુમત સભ્યો દ્વારા પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામો પક્ષોને મોકલ્યા બાદ પણ આ નામોની અવગણના કરી પક્ષ દ્વારા અન્ય નામની જાહેરાત કરવામાં આવી છે.

પક્ષ દ્વારા આ નામોને મેન્ડેડ ન અપાતા આ વાતથી નારાજ બની વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા ૧૬ સભ્યોએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા ધરી દીધા છે. હવે જોવાનું રહ્યું કે આજે બપોરે પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ભાજપનું ચાલશે કે પછી બહુમત સભ્યોનું ? શું ભાજપ વાંકાનેર નગરપાલિકામાં સત્તા ગુમાવશે કે પછી ઘી ના ઠામમાં ઘી પડી જશે ?

આજે બપોરે ત્રણ વાગ્યે વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે. તે પહેલાં હાલ વાંકાનેરના રાજકારણમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે ૨૮ માંથી ૨૪ બેઠકો પર વિજય બાદ પણ શું ભાજપ વાંકાનેર નગરપાલિકામાં સત્તા જાળવી રાખશે કે પછી પરિવર્તનનો પવન ફુંકાશે ?

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!