માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં બીજા સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી તા. 12/03/2023 ને રવિવારના રોજ બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હોય જેથી તા. 18/02/2023 સુધીમાં વર તથા કન્યા પક્ષ દ્વારા ફોર્મ મેળવી તેમાં માહિતી ભરી અને સમિતિને જમાં કરાવી દેવાના રહેશે…


આ સમુહલગ્નમાં જોડાવા ઈચ્છતા કોળી સમાજના નાગરિકોએ વર કન્યાના જન્મ તારીખના દાખલા લિવિંગ/સર્ટિફિકેટ, વર કન્યાના આધારકાર્ડ, વર કન્યના પાસપોર્ટ સાઇઝના બે-બે ફોટા, વર કન્યાના વાલીના માતા-પિતાના આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ ની નકલ, આવકનો અને જાતિનો દાખલો કુંવરબાઈના મામેરા યોજના માટે, તેમજ વર કન્યાના વાલીનું સ્વ ઘોષણા પત્રક સહિતના ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સમુહલગ્ન સમિતિને જમા કરાવવાનું રહેશે..


ફોર્મ મેળવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો…
વાંકાનેર : જીજ્ઞાસાબેન મેર મો. ૯૫૧૦૨ ૫૨૩૭૪
ઠીકરીયાળા : સામજીભાઇ માંડાણી મો. ૯૮૨૫૭ ૧૪૮૧૯
રાતડીયા : ભગવાનજીભાઈ મેર મો., ૬૩૫૧૩ ૬૪૫૭૦
સતાપર : રમેશભાઇ ગણાદીયા મો. ૯૯૭૮૩ ૬૪૧૪૧
ચિત્રાખડા : સેલાભાઇ સાપરા મો. ૯૯૨૪૫ ૮૧૪૧૩
દેરાળા : છનાભાઈ ડાભી મો. ૯૭૧૪૦ ૬૯૧૭૭
વાંકાનેર : રાહુલ જવેલર્સ, રણછોડભાઇ એન. થુંલેટીયા (મચ્છુ ડેમ-1, રૂપાવટીવાળા) મહાકાળી પાનની બાજુમાં, રસાલા રોડ, વાંકાનેર, મો. ૯૮૭૯૩ ૬૧૫૬૯

ફોર્મ જમા કરાવવા માટે નિચેના સ્થળ પર સંપર્ક કરવો…
સમૂહ લગ્ન સ્થળ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર, જાલી બસ સ્ટેશન પાસે, થાન રોડ, વાંકાનેર ઉપર માત્ર રવિવારે જ ફોર્મ જમા કરાવવાના રહેશે જેની ખાસ નોંઘ લેવી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1
