રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે યોજાવવાની હતી. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવાહોલ ટિકિટ)અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે….

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે…

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29- 1- 2023 ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે….

આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોડાયા છે ત્યારે ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારા એ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો હતો. તો દૂર દૂરથી દૂર દૂરના કેન્દ્ર પહોંચેલા પરીક્ષાર્થીઓને ધક્કો ખાવોનો વારો આવ્યો છે.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!