વાંકાનેર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા બાદ, અનેક વખત તિથવા, રાતીદેવરી, વાંકીયા, પંચાસીયા સહિતના વાડી અને ગામની સીમમાં દિપડાના આંટાફેરા વધી જતાં ગ્રામજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી બાબતની જાણ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા ગ્રામજનો અને ખેડૂતોની સુરક્ષા માટે દિપડાને પાંજરે પુરાવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તિથવા, રાતીદેવરી, વાંકીયા, પંચાસિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની સિમ અને વીડી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા આજુબાજુના ગામના નાગરિકો અને ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી ગામના જાગૃત નાગરિકોએ બાબતની જાણ વિભાગના અધિકારીઓને કરી હતી.

જેથી વન વિભાગ દ્વારા દીપડો રાતીદેવડી ગામ આસપાસ હોવાના એંધાણ વર્તાતા ત્યાં દીપડાને પકડી લેવા પાંજરું મુકવામાં આવ્યું છે. જેમાં બે દિવસથી પાંજરું મૂક્યું હોય અને આ વિસ્તારમાં વન વિભાગની સતત વોચ હોય ત્યારે દીપડાના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી.જેથી વન વિભાગના અધિકારીએ દીપડાને લઈને ગ્રામજનોને સાવચેત રહેવા અપિલ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!