વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા સાતમ-આઠમ, નાગાબાવા, જડેશ્વર સહિતના તમામ લોકમેળાઓ સતત બીજા વર્ષે નહીં યોજવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની કોરોના પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો હતો…
વાંકાનેર શહેરમાં સિતળા માતા મંદીરના પ્રાંગણમાં યોજાતો સિતળા-સાતમનો લોકમેળો, નવમ-દસમે નાગાબાવાના સાનિધ્યમાં યોજાતો લોકમેળો તેમજ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતો જડેશ્વર લોકમેળો કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સતત બીજા વર્ષે ન યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે….
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ લોકમેળા બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘ હજુ કોરોના ગયો નથી અને થર્ડવેવનો ખતરો પણ તોળાઈ રહ્યો છે ત્યારે લોકો વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોય તેને અનુલક્ષીને લોકમેળા ન યોજવા હિતાવહ છે ‘ જેના અનુસંધાને ગુજરાત ભરમાં તમામ લોકમેળાના આયોજન પર હાલ પુરતી રોક લગાવવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN