વાંકાનેર શહેર ખાતે આવેલ બન્ટી સ્ટુડિયોમાં ગઇકાલે દેશની નામાંકિત ટી સીરીઝના કર્મચારીઓ દ્વારા કોપીરાઇટ ભંગ બદલ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્ટુડિયો સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરિ વગર પ્રિવેડિંગ શૂટિંગમાં હિન્દી ફિલ્મોના ગીત મુકાતાં હોય જેથી તેની સામે વાંકાનેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલ બન્ટી સ્ટુડિયોના સંચાલક અલ્કેશ બાબુભાઈ ટોલિયા દ્વારા લગ્ન સમારોહ અને પ્રિવેડિંગ શૂટિંગમાં ટી સિરીઝ કંપનીના કોપીરાઈટ ગીતો અનધિકૃત રીતે ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરાતો હોવાથી કંપનીને જાણ થતાં કંપની દ્વારા સ્ટુડિયો પર તપાસ કરવામાં આવી હતી જેમાં ગેરરીતિ જણાતાં સ્ટુડિયો સંચાલક સામે કંપનીના કર્મચારી સંજયસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
સ્થળ પર તપાસ દરમિયાન ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ગીતો સંગ્રહ કરેલ કોમ્પ્યુટરનું સીપીયુ સહિત શંકાસ્પદ સાહિત્ય સાથે કુલ રૂ. 20,000ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કોપીરાઈટ એક્ટ ઈ.સ. ૧૯૫૭ની કલમ ૫૧,૬૩,૬૫,૬૮(A) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN