વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિવાર આવેલ છે, જેમાં શાળાની કુલ 49 વિદ્યાર્થીનીઓમાંથી 14 વિદ્યાર્થીની બહેનોને 90થી Up PR આવેલ છે. સાથે જ શાળાની આઠ વિદ્યાર્થીઓએ 95 થી વઘુ PR મેળવ્યા હતા…

શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બાદી મુનીશા અલીમામદભાઈ જે તાલુકાના નાના એવા પાંચદ્વારકા ગામથી અભ્યાસ કરવા આવેલ હોય જેને 99.90 PR સાથે એ વન ગ્રેડ મેળવી શાળા પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું છે….

આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 15 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે, જેમાંથી શાળાની વિદ્યાર્થીની ગ્રામ્ય કક્ષાએથી આવતી હોવા છતાં 91 % જેટલા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ તકે શાળા દ્વારા બધી જ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી તેમને મળેલી સિદ્ધિઓને બિરદાવી અને ભવિષ્યમાં વધુ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી વિધાભારતીના સંસ્કાર અને શિક્ષણને આગળ જીવનમાં પણ ઉજાગર કરે તેવા આશિર્વાદ શાળાના ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રુપારેલિયા અને અમરશીભાઈ મઢવીએ આપ્યા હતા…

આ સાથે જ શાળાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતાએ પણ બધી જ વિદ્યાર્થીની, આચાર્ય તેમજ વાલીઓને હદય પૂર્વક અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ કોરોના મહામારીમાં શિક્ષણ કાર્યને સાર્થક અને ગુણવત્તા યુક્ત બનાવવા વાલીઓ, વિધાર્થીની બહેનો તેમજ ટ્રસ્ટીશ્રીઓ આભાર વ્યક્ત કર્યો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!