વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે બાદ હવે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી વાંકાનેર વિસ્તાર માટે બ્લડ બેંકની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદે બ્લડ બેંક શરૂ કરવા વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા અનેક દર્દીઓ માટે બ્લડની માંગ હંમેશા રહેતી હોય જેથી આ દર્દીઓ માટે બ્લડ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી સલામતી સાથે મંગાવવામાં આવે છે, પરંતુ વાંકાનેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓના ઓપરેશન દરમિયાન બ્લડની જરૂર પડે તો તે રાજકોટની ખાનગી અથવા સરકારી બ્લડ બેંકોમાંથી મંગાવવામાં આવે છે.
બ્લડ બેંકો પાસેથી મંગાવાયેલ બ્લડ નિયત સમયમાં પહોંચાડવાનું હઘય જેમાં નિયત સમય બાદ પહોંચેલુ બ્લડ નકામું બની જાય છે, જેના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ સાથે જ વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો મોટો તાલુકો હોય જેથી ઓપરેશન વાળા દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ યુનિટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ હવે સમય અને સંજોગોની માંગ અનુસંધાને બ્લડ બેંકની પણ તાતી જરૂરિયાત હોય છે જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદે બ્લડ બેંક શરૂ કરવા વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly