વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ દાતારપીરની દરગાહની પાછળના ભાગમાં કોઈ શખ્સો ટોળું વળી જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર જુગારની રેડ કરી ત્યારથી જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂ. 5,450 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ દાતારપીરની દરગાહ પાછળના ભાગમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની વાંકાનેર શહેર પોલીસને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર રમતા જયેશભાઇ રમેશભાઇ સારલા,

સંજયભાઇ કાળુભાઇ માણસુરીયા, ફિરોજભાઈ અબ્દુલભાઈ બેલીમ, સલીમભાઈ હાસમભાઇ બુખારી, ઇરફાનભાઇ અબ્દુલભાઈ ફકીર, એજાજભાઇ જુસબભાઈ રાઠોડ અને કુલદીપભાઈ સુરેશભાઈ કુબાવત સહિત સાત શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા…

જેથી આ બનાવમાં વાંકાનેર શહેર પોલીસ દ્વારા સાત આરોપીઓ પાસેથી કુલ રૂ. 5,450 ની કિંમતનો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી તેની સામે વાંકાનેર પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!