વાંકાનેર તાલુકાના સમથેરવા-રાજગઢ ગામ વચ્ચેથી પોલીસ મધ્યરાત્રીના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, કાર ચાલક ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગત મોડીરાત્રીના સમથેરવા ગામથી રાજગઢ તરફ જતા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલક પોલીસને જોઈ તેની કાર રેઢી મુકી ભાગવા લાગતા પોલીસે તાત્કાલિક પોતાનું વાહન રોકી કારની તલાશી લેતા તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ રૂ. 2.17 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર થઈ જનાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ગત રાત્રીના નાઇટ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન તાલુકાના સમથેરવા-રાજગઢ રોડ ઉપર સામેથી આવતી એક સેન્ટ્રો કાર નં. GJ 01 HM 2037ના ચાલકે પોલીસની હાજરી જોઈ પોતાની કાર જીઇબી સબ સ્ટેશન પાસે ઉભી રાખી નાસી જતા પોલીસે તેનો પીછો કરતા કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો…

જેથી પોલીસે સેન્ટ્રો કારની તલાસી લેતા કારમાંથી 156 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 67,200) મળી આવી હતી જેથી પોલીસે 1.5 લાખની કિંમતની સેન્ટ્રો કાર તેમજ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 2,17,200 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવમાં કાર ચાલક આરોપી વિશાલ ગોરધન કોળી (રહે. વરડુસર, તા. વાંકાનેર) હોવાનું અને તે અગાઉ પણ વાંકાનેર તાલુકા પોલીસમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરાર આરોપી વિશાલ કોળી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!