વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…..

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 1780 સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧).વજુભાઈ દેવસી ગુગડીયા,

૨). રજનીભાઈ સરજુદાસ રામાવત, ૩). પ્રભુભાઈ ભીમજીભાઈ મકવાણા અને ૪). રતિલાલ ગોવિંદભાઈ વોરા (રહે. તમામ પેડક સોસાયટી, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 1,780 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU