વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ટીમની ટીમ દોડી ગઈ હતી અને મહિલાને દવાખાને લઇ જતા રસ્તામાં જ પ્રસુતિ પિડા ઉપડતા 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી….
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક સિરામિકમાં રહી કામ કરતા ચરીબેન નામના મહિલાને અચાનક પ્રસુતિ પીડા ઊપડતાં વાંકાનેર 108 ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ઈ.એમ.ટી પ્રવીણભાઈ મેર અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક જણાવેલ સરનામે પહોંચી દર્દીને હોસ્પિટલ લઈને જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડતા ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ મહિલાને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી,
જે બાદ ડોક્ટરના માર્ગદર્શન મુજબ પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલા દર્દીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતા, જ્યાં હાલ માતા અને બાળક બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb