વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા એક યુવાનના કૌટુંબિક દીકરીને ભગાડી જનાર આરોપીના ભાઈ સહિતના ત્રણ શખ્સોએ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે રહેતા પ્રવીણભાઈ મનજીભાઈ સારલા(ઉ.વ. 28)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓના કુટુંબની દીકરીને આરોપી કિશન ઉર્ફે ભુરાનો ભાઈ વિપુલ મેરૂભાઈ ભગાડી ગયેલ હોય જે બાબતે બંને પરિવારો વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી જે મનદુઃખનો ખાર રાખીને આરોપી કિશન ઉર્ફે ભુરો મેરૂભાઇ વિંજવાડીયા, રણજીત ભુપતભાઇ વિંજવાડીયા અને ગણેશ રાયમલભાઇ વિંજવાડીયાએ ફરિયાદી પર હુમલો કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

તેમજ કિશન ઉર્ફે ભુરાએ લાકડી વડે યુવાન પર હુમલો કરી માર માર્યો હતો જેથી પિડીત યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!