મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થયા બાદ પોલીસે કસ્ટડી મેળવી સાત દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ આજે રિમાન્ડ પુરા થતા ફરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા જેલ હવાલે કરવામાં આવ્યા છે…

ગત તા. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી પડતા આ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ બાદ ઓરેવા કંપનીના બે મનેજર સહીત 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનીશ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દસમાં આરોપી તરીકે જયસુખ પટેલને જોડી ધરપકડ વોરંટ મેળવી લુક આઉટ નોટિસ કાઢતા જ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જે બાદ મોરબી કોર્ટ મારફતે તપાસનીશ પોલીસ ટીમે જયસુખ પટેલનો કબ્જો મેળવી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા….

દરમિયાન આજે જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાયા હતા. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માંગ નહીં કરતા નામદાર કોર્ટે જયસુખ પટેલને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જો કે હાલતુર્ત પોલીસ રિમાન્ડ દરમિયાન જયસુખ પટેલે પોલીસને કોઈ નક્કર માહિતી કે અન્ય કોઈની સંડોવણી અંગે કબૂલાત આપી કે કેમ તે અંગેની કોઈ જ વિગતો બહાર આવી નથી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!