છેલ્લા ઘણા સમયથી જીનપરા વિસ્તારમાં દારૂ-જુગારના ગોરખધંધા ચલાવતો વાંકાનેર અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડનો પુત્ર અને આ ષડયંત્રનો મુખ્ય સુત્રધાર ઝાકીર રાઠોડ સહિત ચાર શખ્સો ફરાર….
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂ અને જુગારે માજા મુકી હતી જેનાથી સ્થાનિક નાગરિકો કંટાળી ગયા હોય જેથી આ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા અને આ બાબતે અનેકવિધ સ્થાનિક પોલીસને રજુઆતો કરવા છતાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જેથી આજે મોરબી એલસીબી ટીમે જીનપરા વિસ્તારમાં દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર ઝાકીર રાઠોડ સહિત ચાર શખ્સોએ ફરાર થઈ જતાં તેની સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડના પુત્ર અને પેપર વિતરક ઝાકીરહુસૈન મહંમદભાઈ રાઠોડ દ્વારા પત્રકારત્વની આડમાં દેશી-વિદેશી દારૂ અને જુગારના ગોરખધંધા ચલાવતો હોય જેથી અહિંના સ્થાનિક નાગરિકો કંટાળી ગયા હતા અને આ બાબતે અનેકવિધ સ્થાનિક પોલીસને પણ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ સુધી બાબતે કોઈપણ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જે વચ્ચે આજે મોરબી એલસીબી ટીમે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે મામાદેવના મંદિર નજીક દરોડા પાડી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લીધો હતો….
પોલીસ દ્વારા પકડાયેલ આરોપી વિનોદભાઈ ઉર્ફે હકો ચકુભાઈ અઘારાની પુછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે તે આ ગોરખધંધો વાંકાનેર અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડના પુત્ર ઝાકીર રાઠોડના કહેવાથી કરતો હોય અને અન્ય આરોપી મુન્નાભાઈ અને મેતાજી પાસે વર્લી ફીચરના આકડાઓ વોટ્સઅપથી લખી-લખાવી નશીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડી વર્લી ફીચરના આકડાની કપાત આરોપી તારમહમદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણી પાસે કરાવતો હતો….
જેથી મોરબી એલસીબી ટીમે આ બનાવમાં આરોપી વિનોદભાઈ અઘારાને વરલી ફીચરના આંકડા લખેલ જુગારના સાહિત્ય તથા રોકડા રકમ રૂ.6,090 તથા મોબાઈલ નંગ-2 જેની કીમત રૂ.10,000 સહિત કુલ રૂ.16,090 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં મુખ્ય સુત્રધાર જાકીરહુશેન મહંમદભાઈ રાઠોડ તેમજ અન્ય આરોપી મુનાભાઈ, મેતાજી અને તારમહમદ હાજર નહિ મળી આવતા તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ હાથ ધરી છે….
પત્રકારત્વની આડમાં ચાલતા ગોરખધંધા છતાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા….
જીનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડનો પુત્ર ઝાકીર રાઠોડ દારૂ-જુગારના ગોરખધંધા ચલાવતો હોય અને બાબતે અનેકવિધ સ્થાનિક નાગરિકોએ પોલીસને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજસુધી જવાબદાર સ્થાનિક પોલીસે આરોપી સામે કોઈ કામગીરી કરી નથી. જેથી આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો અને ઈજ્જતદાર પત્રકારત્વને બદનામ કરતા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly