વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી યુરીયા ખાતરની તંગી હોવાનાં કારણે હાલ જરૂરતના સમયે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર મળતું ન હોવાથી ખેડૂતો હેરાનપરેશાન થઈ રહ્યા છે, ત્યારે હાલ વાવણીની સિઝનમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરીયા મળી રહે તેવી વ્યવસ્થા કરવા વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા દ્વારા ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે…
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં વરસાદ સારો થવાનાં કારણે ખેડુતોને ખેતરમાં વાવેલ પાકના વિકાસ માટે યુરીયા ખાતરની જરૂરીયાત છે, પરંતુ હાલ વાંકાનેર તાલુકાના ગામડામાં યુરીયા ખાતર મળતુ ન હોવાથી બાબતે યુરીયા ખાતર તાત્કાલીક ધોરણે વાંકાનેર વિસ્તારના ખેડૂતોને મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત સાથે માંગ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1