વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં ભેંસ ચરાવવા મામલે કાકા-ભત્રીજા પર એક શખ્સે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ઈજાગ્રસ્ત કાકાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકિયા ગામ ખાતે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ વિરાભાઈ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો ભત્રીજો સંજય સરકારી ખરાબાની જગ્યામાં ભેંસ ચરાવવા માટે જતા આરોપી નાથાભાઇ વાઘજીભાઈ ગાંગડીયાએ ‘ આ ખરાબો મે વાળી લીધો છે ‘ તેમ કહી સંજયને લાકડી વડે માર મારતા બાબતે ફરિયાદી પ્રવીણભાઈ આરોપીને સમજાવવા જતા આરોપી નાથાભાઇએ પ્રવીણભાઈને પણ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા, બાબતે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!