વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા દ્રિતીય વિદ્યાર્થી તથા કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, 1008 મહા મંડલેશ્વરના મહંત શ્રી રૂષીભારતીજી બાપુ, કાળીયાઠાકર જગ્યાના મહંત વાલજીભગત સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થી તથા કર્મચારીઓને સન્માનિત કર્યા હતા….
આ સાથે જ પરિવર્તન કોળી કેરિયર એકેડેમીના ડો મુકેશભાઈ મકવાણા, રમેશભાઈ પરમાર(ઉપપ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), વાંકાનેર તાલુકાના પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર, અમુભાઈ ઠાકરાણી રતીલાલ અણીયારીયા, નવઘણભાઈ મેઘાણી, કરશનભાઈ લુભાણી, ગાંડુભાઈ ધરજીયા, ડો મેરૂભાઈ સહિતા આગેવાનો અને કાર્યકર્તા તેમજ વાંકાનેર કોળી કેરિયર એકેડેમીના સંચાલકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1