વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીને મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હોય જેમાં ગઇકાલે બંન્નેએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બંનેને ગંભીર હાલતમાં પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રસ્તાઓ યુવતીનું મોત થયું હતું અને યુવાનની હાલત પણ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉ.વ. 20) અને વાંકાનેરના ધમલપર ગામ ખાતે રહેતી રીટાબેન રાજુભાઈ અંબાસણ (ઉ.વ. 20)એ સજોડે ગઇકાલે મોડી સાંજે ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી બંન્નેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
બંને યુવક-યુવતીને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા રસ્તામાં યુવતીનું મોત થયું હતું અને યુવાનની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ યુવતી તેના કૌટુંબિક મામાના ઘરે પ્રસંગમાં આવી હતી અને ત્યારે તેના મામાના ઘર પાસે રહેતા યુવાનની સાથે ઝેરી દવા પી લીધેલ છે જેથી કરીને પ્રેમસબંધ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq