ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા વધતા રાજ્ય સરકાર દ્વારા 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગું પડતા તેની કડક અમલવારી માટે જીલ્લા પોલીસ તંત્ર સજ્જ થયું છે અને રાત્રીના 10 વાગ્યાથી જ પોલીસ પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની કામગીરી શરૂ કરતાં વાંકાનેર અને મોરબી શહેરના માર્ગો સુમસામ બની ગયા છે…

સાથે જ આજથી જ શરૂ થયેલ રાત્રી કર્ફ્યૂ માટે ઘણાબધા લોકોને જાણ ન હોવાથી તેઓ કોઈ કામસર બહાર નિકળતા આજે પ્રથમ દિવસે પોલીસ દ્વારા શાંતિપૂર્વક લોકોને સમજવી રાત્રી કર્ફ્યૂની અમલવારી કરવા જણાવવામાં આવી રહ્યું છે….

વાંકાનેર શહેરમાં પણ પોલીસ તંત્ર સજ્જ બની રાત્રી કર્ફ્યૂની કડક અમલવારી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેમાં વાંકાનેર સીટી પીઆઈ વસાવા અને ટીમ દ્વારા શહેરના માર્ગો પર સતત પેટ્રોલિંગ, ચેકપોસ્ટ, ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી ખડેપગે સેવા આપવામાં આવી રહી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!