વાંકાનેરના નવા પંચાસર ગામ તરફ જવાના રોડ પરથી પસાર થતા એક બાઈક ચાલકને ત્યાંથી પસાર થતા યુટીલીટી બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઇ ઠોકર મારતા બાઇક ચાલક યુવાનને ઈજાઓ પહોચી હતી, જેથી તેણે આ બનાવમાં બોલેરો ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાનું હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નં. GJ 03 HB 8822 લઈ ગેસનો બાટલો ભરાવવા માટે જતા હોય, દરમિયાન નવા પંચાસર ગામ તરફ જવાના રોડ પર પહોંચતા ત્યાંથી પસાર થતા એક યુટીલીટી બોલેરો નં. GJ 36 T 3761 ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી નવઘણભાઈના બાઇકને હડફેટે લેતા ફરિયાદીને ઈજાઓ પહોચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV