કૌટુંબિક ભાઈની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા ચાર શખ્સોએ બે મહિલા અને યુવાન પર હુમલો કર્યો…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા યુવાનના કૌટુંબીક ભાઈની દીકરી સાથે એક શખ્સને પ્રેમસંબંધ હોય તે અવારનવાર તેઓના ઘર પાસે આંટાફેરા કરતો હોવાથી તેને બાબતે ઠપકો આપતાં તેનો ખાર રાખી રાજાવડલા ગામના ચાર શખ્સોએ યુવાન અને બે મહિલા પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા ફરિયાદી વનરાજભાઈ કરસનભાઈ વેકરીયા (ઉ.વ. ૩૨) એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી પરબતભાઈ નારણભાઈ ગમારા, વિજયભાઈ કમશીભાઈ ગમારા, રવિભાઈ સામતભાઈ ગમારા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગમારા (રહે. બધા રાજાવડલા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કૌટુંબિક ભાઈ મંગાભાઈ નરસીભાઈ વેકરીયાની દીકરીને મનીષભાઈ સામતભાઈ ગમારા નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હોય જેથી તે અવારનવાર ફરિયાદીના ઘર પાસે આંટાફેરા મારતો હતો જેથી તેને ઘર પાસે આંટાફેરા નહીં કરવા બાબતે ઠપકો આપતાં યુવક બાબતે બોલાચાલી કરીને ત્યાંથી જતો રહ્યો હતો,
ત્યારબાદ ઉપરોક્ત ચારેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવી “મનીષને કેમ ઠપકો આપ્યો ?” કહીને બોલાચાલી અને ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ ફરિયાદી વનરાજભાઈ વેકરીયા પર હુમલો કરી ઢીકા-પાટુંનો માર મારતાં યુવાનને બચાવવા તેના ભાભી કનુબેન ધીરુભાઈ વેકરીયા અને મુક્તાબેન મંગાભાઈ વેકરીયા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ લાકડી વડે માર મારેલ, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1