યુક્રેનમાં અભ્યાસ કરતા વાંકાનેરના વિદ્યાર્થી પોતાના વતન પરત ફરતા શુભેચ્છા મુલાકાત લેતી મોરબી જિલ્લા ભાજપ ટીમ….
હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ભારતથી ઘણાબધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં હોય જે વિદ્યાર્થીઓ હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને પોતાના વતન પરત ફરવાના પ્રયાસો કરી રહ્યા હોય દરમ્યાન ભારત સરકાર આ વિદ્યાર્થીઓની વહારે આવી તેમને ભારત લાવવા માટે વ્યવસ્થા કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં ઘણાબધા વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરવામાં સફળ રહ્યા છે…
આવી પરિસ્થિતિમાં વાંકાનેર વિસ્તારમાંથી ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા હોય જેઓ કેન્દ્ર સરકારના પ્રયાસોથી પોતાના વતન પરત ફરવામાં સફળ બની અને હેમખેમ વાંકાનેર પોતાના ઘરે પરત આવ્યા છે, જે ત્રણેય વિદ્યાર્થીઓની આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી...
વાંકાનેરના વિદ્યાર્થી ઋતુરાજસિંહ સંજયસિંહ જાડેજા જેઓ MBBSના છેલ્લા વર્ષમાં ખારકીવ(યુક્રેન), અનિરુધ્ધસિંહ ઝાલા જેઓ પઢ ખારકીવ(યુક્રેન) અને દિશાંત બિપીનભાઈ ભલગામડીયા એમ ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનથી પોતાના વતન ભારત(વાંકાનેર) હેમખેમ પહોંચતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દીર્લભજીભાઈ દેથરીયા, શહેર પ્રભારી નિકુંજભાઈ કોટક, વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી કે. ડી. ઝાલા, દિપક પટેલ, અરજણભાઇ, હિરેનભાઈ સહિતની ટીમ દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2