વાંકાનેર માર્કેટીંગ યાર્ડમા કપાસ વેચી વાડીએ જઈ રહેલા ખેતમજૂરના ખિસ્સામાંથી રોકડા રૂ. 56,700 સેરવી લીધા…

વાંકાનેર વિસ્તારના ખેડૂતો અને ખેત મજુરો માટે શિક્ષા રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી કપાસ વેચી તેની રોકડ રકમ ખિસ્સામાં મૂકી પરત વાડીએ જતાં એક ખેત મજૂરને ઓટો રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં ગાંઠિયો ભટકાઈ જતાં મજુરના ખિસ્સામાં રહેલ કપાસની વેચાણ રોકડ રકમ રૂ‌ 56,700 સેરવી જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વાતની અને હાલ વાંકાનેર તાલુકાના ખેરવા ગામે આવેલ પથુભા ઝાલાની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા ગત તા.11 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરી કાળા કલરની સી.એન.જી રીક્ષા જેના નંબર અંદાજે 5985 હોય તેમાં બેસીને પરત જતો હોય ત્યારે રીક્ષામાં પાછળ બેસેલ એક 25થી 30 વર્ષના અજાણ્યો ઈસમે કપાસ વેચાણની ખીસ્સામાં રાખેલ રોકડ રકમ રૂ. 56,700 સેરવી લીધા હતા, જેથી આ મામલે ખેત મજૂરની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!