ચુંટણી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ દ્વારા યાર્ડની કામગીરી બંધ રાખવા નિર્ણય કરાયો….

આગામી સોમવારના રોજ બહુચર્ચિત વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસની ચુંટણી યોજાવા જઈ રહી છે, જેમાં બપોરે 12 વાગ્યે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા યાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી થકી વરણી કરવામાં આવનાર હોય, જેથી ચુંટણી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી યાર્ડ મેનેજમેન્ટ દ્વારા સોમવારે યાર્ડની તમામ કામગીરીમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો છે….

બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાસેથી મળતી માહિતી મુજબ, હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીનું મીની વેકેશન ચાલી રહ્યું હોય, જે અગાઉના નિર્ણય મુજબ સોમવારથી પુર્ણ થતું હોય પરંતુ તા. 11/09/23, સોમવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની હોય,‌ જેથી કાયદો-વ્યવસ્થા જાળવણી તથા ચુંટણી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી યાર્ડમાં સોમવારે રજા જાહેર કરાઇ છે, જેથી હવે મંગળવારથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે. આ સાથે જ ખેડૂત મિત્રોને ખેત જણસીઓની ઉતરાઇ સોમવારે સાંજે પાંચ વાગ્યેથી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!