પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર)નો વિજય થયો છે, આ ચુંટણીમાં કુલ 18 મતોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને 11 મત તથા ભાજપના ઉમેદવારને 7 મતો મળ્યા હતા…
આ ચુંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસીયા ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમને 07 મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 11 મતો મળતા તે વિજેતા જાહેર કરાયા છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf