વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં પડી જતાં યુવાન ઇજાગ્રસ્ત થયો હતો જેમાં હોસ્પિટલ ખાતે ત્રણેક મહિનાની સારવાર બાદ તબિયત સારી થયા બાદ ફરી અચાનક તબિયત લથડતા આ યુવાનનું મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ગામે સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામના ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની દીલીપભાઇ મુનાભાઇ રાઠોડ (ઉ.વ. 24)નામનો યુવાન ઓઇલમીલમાં કામ કરતા ગત તા.10 જૂનના રોજ યુવાનનો પગ લપસી જતા અકસ્માતે ગરમ પાણીના ટાંકામાં પડી જતા કેડથી નીચેના ભાગે દાઝી ગયો હતો. જેથી તેને પ્રથમ વાંકાનેર બાદ મોરબી, રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા બાદ તબિયત સારી થઇ ગઈ હતી. જો કે, બાદમાં 18 ઓગસ્ટના રોજ ફરી તબિયત બગડતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 21 ઓગસ્ટના રોજ તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf