વાંકાનેર વિસ્તારમાં મોટાપાયે વીજચોરી ચાલતી હોવાની ફરિયાદ સંદર્ભે વિજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમયાંતરે વિજ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરતાં રૂ.16.39 લાખની વીજચોરી ઝડપાઇ હતી….

બાબતે મોરબી વર્તુળ કચેરી દ્વારા આજે વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક અને વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ, જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ફુલ-35 ટીમો દ્વારા રહેણાંકનાં કુલ 626 વીજ જોડાણો ચેક કરતા કુલ 49 મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 15.19 લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ 34 વીજ જોડાણો ચેક કરતા કુલ 2 માં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 1.20 લાખનાં ગેરરીતી જણાતા તમામને વિજચોરી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે….

આમ આજરોજ વાંકાનેર વિસ્તારમાં વિજ ચેકીંગ દરમ્યાન કુલ 51 વિજ જોડાણોમાં ગેરરીતી સામે આવતા અંદાજે 16.39 લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે. મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું કે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે તેવું જણાવ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!