વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય બે શખ્સો આ અકસ્માતના બનાવમાં ઘાયલ થયા હતા જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈએ બેદરકારીથી બાઈક ચલાવી અકસ્માત સર્જનાર સામેના બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી મુનાભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ. 32, રહે-પાનેલી, મોરબી)એ આરોપી હીરો સ્લેન્ડર મો.સા નં- GJ 13 AF 6614 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.4 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ પાસે રોડ ઉપર લુણસર નજીક

આરોપીએ પોતાના હવાલા વાળુ હીરો સ્લેન્ડર મોટરસાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકારાઇથી ચલાવી ફરીયાદીના ભાઇ રાજુભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ. 19) ના હોન્ડા સાઇન મો.સા નં- GJ 36 D 4479 સાથે અથડાવી અકસ્માત સર્જતા ગંભીર ઇજા થતા ફરિયાદીના નાના ભાઈનું મોત થયું હતું. તેમજ સાહેદ ગેલા રાજુ (ઉ.વ. 14)ને માથામાં તથા હાથમાં ફેક્ચર જેવી ઇજા તથા પોતાને પણ ઇજા થઈ હતી.

આ બનાવની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી સામે વિધિવત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!