છેલ્લા ઘણા દિવસોથી ચક્રવાત ન્યૂઝ વાંકાનેરના નાગરિકોના આરોગ્ય બાબતે તંત્રને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી લડત ચલાવી રહ્યું છે, છતાં હજુપણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી : આરોગ્ય તંત્ર અને પાલિકાતંત્રની નફ્ફટાઈનો ભોગ અનેક નિર્દોષ નાગરિકો પોતાનું જીવન ગુમાવી ચુકવે તે પહેલાં યુદ્ધના ધોરણે કામગીરી કરવી અનિવાર્ય : પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે આ વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી હાઉસ ફુલ બની છે…

વાંકાનેર શહેર અને તાલુકા ભરમાં કોરોના દર્દીઓની સંખ્યા સાથે શરદી-ફ્લૂ-મેલેરિયા તાવના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ભયંકર વિસ્ફોટ સર્જાતા દર્દીઓનો રાફડો ફાટયો છે, છતાં પણ જવાબદાર રાજ્યના આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વાંકાનેર વિસ્તારની આવી ગંભીર પરિસ્થિતિમાં પણ અમુક ખાનગી ડોક્ટરો માનવતા મુકી, પોતાની જવાબદારી ભુલી અને દર્દીઓને પોતાના હાલ પર છોડી હોસ્પિટલોને તાળા મારી ગાયબ થઈ ગયા છે, આવા માનવતા વિરોધી ડોક્ટરો સામે પગલાં લેવાશે કે કેમ ?

વાંકાનેર વિસ્તારની વર્તમાન સ્થિતિ જોતાં દર્દીઓની સારવાર કરવા માટે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી, નાના ક્લિનીકથી માંડી મોટી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે જગ્યા નથી‌. હોસ્પિટલ ફુલ છે, બીજે જાવા તેવા જવાબ સાંભળીને દર્દીઓની હાલત કેવી બનતી હશે તે સમજી શકાય તેવી બાબત છે.

પંદર દિવસ પૂર્વે અને આઠ દિવસ પૂર્વે વાંકાનેર વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ અને ગંદકી બાબતે ચક્રવાત ન્યૂઝ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા જેની અવગણના કરનાર તંત્રના પાપે આજે વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો ગંભીર બિમારીના અજગરી ભરડામાં ફસાઈ ગયા છે અને તમામ હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ચૂકી છે. બાબતે તંત્ર કડક હાથે કામ લઇ અને જવાબદારો સામે તાકીદે પગલાં ભરવા વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે…

વાંકાનેર વિસ્તારના નાગરિકોના આરોગ્ય બાબતે સતત ચિંતિત ચક્રવાત ન્યૂઝ દ્વારા આ બાબતે અનેક અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ પણ નિંભર તંત્રના વાંકે આજે વાંકાનેર વિસ્તારમાં શરદી-ફ્લૂ-કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે. બાબતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની સંખ્યા વધારીને હોસ્પિટલમાં કોરોના વોર્ડ શરૂ કરવો અતિ આવશ્યક બન્યો છે. આ સાથે જ સરકારી હોસ્પિટલમાં કોરોના રેપિડ ટેસ્ટ કીટ નો પણ અભાવ હોવાથી તેની પણ તાત્કાલિક ફાળવણી કરવી અનિવાર્ય બની છે…

કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો તાત્કાલિક રેપિડ ટેસ્ટ કીટથી કોરોના ટેસ્ટ કરી જો દર્દી પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક કોરોના વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવે અને વાંકાનેર શહેરની તમામ બજારો સહીત શેરી-ગલીઓમાં મચ્છર નાશક ડીડીટી દવાનો છંટકાવ કરી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો પણ જરૂરી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ પડતર રહેલા કચરાના ગંજને ઉપાડીને યુદ્ધના ધોરણે વાંકાનેર શહેરની સાફ-સફાઈની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવે તો જ આ ગંભીર રોગચાળો કાબૂમાં આવે તેમ છે.

વાંકાનેર પાલિકા તંત્ર અને રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તો જ વાંકાનેર વિસ્તારની પરિસ્થિતિ કાબૂમાં આવે તેમ છે, નહીં તો નિંભર તંત્રના પાપે વાંકાનેર વિસ્તારના અનેક દર્દીઓ પોતાની જિંદગી ગુમાવી શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે જેની જવાબદારી કોની

” ? “

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

 

error: Content is protected !!