વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મોરબી જિલ્લા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકાના તિથવા ગામથી જડેશ્વર તરફ જતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હોય સાથે જ આ રોડ પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર અને ભંગેશ્વર મહાદેવ મંદિરને જોડતો હોય, જેથી અહીંથી પસાર થતાં નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી આ બાબતે વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મોરબી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી રોડના નવિનીકરણની માંગ કરી છે….

બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રોડ પરથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ, ખેડૂતો તથા વાહન ચાલકો પસાર‌ થતાં હોય જેને રોડની ખખડધજ હાલતથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં મોટા ગાબડાઓના કારણે આ રોડ પર કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ નાગરિકો તેવો ભોગ બને તે પુર્વે તાત્કાલિક આ રોડનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!