વાંકાનેર શહેર નજીક હાઇવે પર ભંગારના ડેલા સામે આજે સવારે 11 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતાં એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાઇ પલ્ટી ખાઇ ગયું હતું, જેમાં સદનશીબે ડ્રાઇવરને કોઈ મોટી ઈજાઓ પહોંચી નહોતી, પરંતુ ડમ્પર ડામર ભરેલ હોય જેથી રોડ પર ડામરની રેલમછેલ થઇ ગઇ હતી….

હાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ડમ્પર વાંકાનેર બાઉન્ડ્રી તરફથી ડામર ભરી અને જડેશ્વર-લજાઈ રોડના ચાલતા કામ તરફ જતું હોય જેમાં વાંકાનેર શહેર નજીક ડમ્પરને અકસ્માત નડ્યો હતો. આ સાથે જ સર્વિસ રોડ પર ડમ્પર પલ્ટી મારી જતા ચંદ્રપુર સર્વિસ રોડ પર વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી, જેમાં હાલ આ ડમ્પરને ક્રેઈનની મદદથી દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ ટળી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!