વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, જાણો કોના પર કળશ ઢોળાયો….

0

ભાજપ દ્વારા આગામી અઢી વર્ષની મુદત માટે તાલુકા પંચાયતના હોદેદારોના નામ જાહેર કર્યા, આંતરીક જૂથવાદ વચ્ચે શું ભાજપ સત્તા જાળવી શકશે ?

વાંકાનેર તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. જેમાં પ્રમુખ તરીકે કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ માટે દેવુબેન હનુભાઈ વિંઝવાડીયાના નામની પસંદગી કરાઈ છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ વાંકાનેર તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે સરધારકા સીટના વિજેતા ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે ઢુવા સિટના વિજેતા ઉમેદવાર દેવુબેન હનુભાઈ વિંઝવાડીયા અને કારોબારી સમિતિના ચેરમેન પદે રાતડીયા સીટના જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેરના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.‌..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf