વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી ખાતે ટ્રકે ચાલકે અચાનક વળાંક લેતી વેળાએ ત્યાંથી પસાર થતા ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સરતાનપર રોડ પર પાંજરાપોળ ગૌશાળામાં રહેતા લાભુબેન નાગજીભાઈ વિંજવાડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ટ્રક નં. RJ 32 GB 7799ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.૧૮ના રોજ લાભુબેન તેમના પતિ નાગજીભાઈ અને તેનો પુત્ર રમેશ પોતાના હીરો સ્પલેન્ડર મોટર સાયકલ GJ 13 PP 2274 પર સરતાનપર ગામ ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હોય જ્યાંથી બપોરના બે વાગ્યે પરત ફરતા તેમના ત્રિપલ સવારી બાઇકને સરતાનપરની સેન્સો ચોકડી ખાતે ટ્રક ટ્રેલર નં. RJ 32 GB 7799ના ચાલકે બેદરકારીથી ટ્રકનો વળાંક લઇ ફરિયાદીના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,
જેમાં ફરિયાદીના પતિ નાગજીભાઈનું માથું ટ્રકના વ્હીલ નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ફરિયાદીના પુત્ર રમેશનો ડાબો હાથ ટ્રકના વ્હીલ નીચે દબાઈ ગયો હતો અને ફરિયાદીને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf