વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક રાત્રીના સમયે રોડ પર બંધ પડેલા એક ટ્રેલર ટ્રક પાછળ બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મહીકા ગામ પાસે હાઇવે ઉપર રાત્રીના સમયે એક ટ્રક ટ્રેલર નંબર GJ 36 V 4425ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી ટ્રાફીકને અડચણ રૂપ તેમજ અકસ્માત સર્જાય તેમ અંધારામા પોતાનું ટ્રેલર રોડ પર ઉભુ રાખેલ હોય, જેમાં ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 38 AD 8959ના ચાલક રણજીતભાઇ પરસોતમભાઇ સારલાનું બાઇક ટ્રેલરના પાછળના ભાગે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈ કિરણભાઇ પરશોતમભાઇ સારોલા (રહે.અડવાળ તા.ધંધુકા જી.અમદાવાદ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

 

error: Content is protected !!