વાંકાનેર તાલુકાના સરતાનશર ચોકડી નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે ત્યાંથી પસાર થતી એક રીક્ષાને હડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક પર ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ સરતાનપર ચોકડી પાસે તુલસી પેટ્રોલ પંપ સામેથી પસાર થતી એક ઓટો રીક્ષા નં. GJ 36 U 1119 ને કોઈ ભારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા રેલીંગ સાથે અથડાતા રીક્ષા ચાલક અકબરમિંયા હૈદરમિંયા કાદરી(ઉ.વ. ૫૫) રોડ પર પડી જતાં તેમની માથે અજાણ્યા વાહનનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અનુસંધાને મૃતકના ભાઈની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!