વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ : વાંકાનેર તળપદમાં નગરપાલિકાને લાગુ ઓ.જી. વિસ્તારની સોસાયટીઓને પ્રાથમિક જરૂરીયાત તથા વહીવટી સુવિધા તાત્કાલિક પુરી પાડવા માંગ….

વાંકાનેર નગરપાલિકાની મધ્યમાં તળપદ વિસ્તારની બિનખેતી રહેણાંક સોસાયટીઓ આશીયાના સોસાયટી, પરવેઝપાર્ક, અમનપાર્ક, ગુલાબનગર, મિલેનીયમનગર, એકતા સોસાયટીઓ વાંકાનેર નગરપાલિકા હદમાં (મધ્ય) આવેલ હોવા છતાં તેમનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવામાં આવતા આ વિસ્તારના નાગરિકો પાણી, સ્ટીટ લાઈટ, જરૂરી ડોક્યુમેન્ટ સહિતની પ્રાથમિક અને વહિવટી સુવિધાઓથી વર્ષોથી વંચિત હઘય જેથી આ બાબતે તાત્કાલિક ઘટતું કરી તમામ સુવિધાઓ પુરી પાડવા મોરબી જિલ્લા કલેકટરને ઈરફાન પીરઝાદા દ્વારા રજૂઆત કરવામાં આવી છે…

આ રજૂઆતમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ વિસ્તારના નાગરિકોને મરણ નોંધણી, લગ્ન રજીસ્ટ્રેશન, મકાન બાંધકામ
પરવાનગી, આવક તેમજ જાતિના દાખલા જેવી જરૂરીયાતની સુવિધાઓ માટે કોઈ સરકારી કચેરી જવાબદારી સ્વીકારતી નથી. પરિણામે આવા જરૂરી સરકારી દસ્તાવેજો મેળવવા માટે આ વિસ્તારના રહીશો આમતેમ ધકકા ખાય છે અને પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે.

આ સાથે જ મનુષ્યને જીવવા માટેની પ્રાથમીક જરૂરિયાત પાણી છે. ત્યારે ઉપરોકત સોસાયટીમાંથી મચ્છુ-૧ થી નગરપાલિકા સંપ સુધી જતી પાણીની લાઈનો પસાર થતી હોવા છતાં આ સોસાયટીના રહીશો પાણીથી વંચિત છે. જયારે વાંકાનેર તળપદમાં આવેલ નગરપાલિકા હદની દુર આવેલી આવી જ સોસાયટીઓને પીવાના પાણી સહીતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

પ્રાથમિક જરૂરીયાતની સુવિધાઓથી વંચિત ઉપરોક્ત સોસાયટીઓમાં મોટા ભાગે લધુમિત અને બક્ષીપંચ સમાજના નાગરિકો વસવાટ કરતા હોય છતાં ઉપરોક્ત પ્રાથમિક સુવિધાઓ અહિંના નાગરિકોને પ્રાપ્ત થતી નથી જે અન્યાય કર્તા હોય અને આ બાબતે અગાઉ અનેક વખત રજુઆતો છતાં નિરાકરણ આવેલ નથી પરિણામે વિના વાંકે આ વિસ્તારના રહીશો દંડાઈ રહ્યા હોય જેથી બાબતે તપાસ કરાવી તળપદ વિસ્તારની આ તમામ સોસાયટીઓના રહીશોની વહીવટી પ્રક્રિયા માટે ચોકકસ જવાબદારી નિયત કરાવવા અને તેમને પ્રાથમિક જરૂરીયાત રસ્તા, પાણી, ગટર, લાઈટ વગેરે સુવિધાઓ અપાવવા મોરબી જિલ્લા કલેકટરને કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા રજૂઆત કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/eaxwu1ey8npkgaa84tqroe

 

error: Content is protected !!