વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ બેઠકો (બ્લોક) પર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે, જ્યારે બીજી સાત બેઠકો પર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા સાત બેઠકો માટે જો ઉમેદવારીપત્રો પરત ન ખેંચાય તો ચુંટણી થઈ શકે છે….

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ફાયનલ ઉમેદવારોની યાદી….

• બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…

૧). વાંકીયા – ૧
ઉમેદવાર : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ

૨). ઢુવા – ૨
ઉમેદવાર : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા

૩). માટેલ – ૩ :
ઉમેદવાર : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ

૪). સિંધાવદર – ૮ :
ઉમેદવાર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા

૫). ગારીડા – ૧૧
ઉમેદવાર : બાદી અલીભાઇ આહમદ

• ચુંટણીની શક્યતા માટેની બેઠકો…

૦૬). લુણસર – ૪
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ

૦૭). રસીકગઢ – ૫
ઉમેદવારો : ૧. પરાસરા અમીયલ હાજી
૨. માથકીયા માહમદ આહમદ

૦૮). કેરાળા – ૬
ઉમેદવારો : ૧. બાદી અબ્દુલરહીમ વલીમામદ
૨. જલાલ અલીભાઈ શેરસીયા

૦૯). કોઠારીયા – ૭
ઉમેદવારો : ૧. ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ
૨. બાદી રહીમ જીવા

૧૦). પ્રતાપગઢ – ૯
ઉમેદવારો : ૧. ઈસ્માઈલ ફતેમામદ કડીવાર
૨. જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ

૧૧). જાલસીકા – ૧૦
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઈ

૧૨). મહિકા – ૧૨
ઉમેદવારો : ૧. બાદી અલીભાઈ મામદનુરા
૨. પોલાભાઈ હિરાભાઈ પરમાર

હાલ જાહેર થયેલ ઉમેદવારોની યાદીમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિનહરીફ થયેલ પાંચ બેઠકો પૈકી ઢુવા અને ગારીડા એમ બે બ્લોકના બીનહરીફ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો હોય અને વાંકીયા, માટેલ અને સિંધાવદર એમ ત્રણ બ્લોકના બીનહરીફ ઉમેદવારો સામેની પેનલના હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી હવે જોવાનું રહ્યું કે બાકી રહેતી સાત બેઠકોમાંથી કોના ફાળે કેટલી બેઠકો જાય છે, જે નક્કી કરશે કે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કોનું શાસન સ્થાપિત થશે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!