વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર આરોપી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામ ખાતે રહેતા આરોપી અશોક અમૃતભાઈ પરમાર નામનો શખ્સ સરતાનપર રોડ પર આવેલ સોલારીસ કારખાનામાં કોન્ટ્રાકટર રાખતો હોય, જે કારખાનામાં કામે આવતી એક સગીર વયની દીકરીને આરોપી અમૃતએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 363 તથા 366 મુજબ ગુનો નોંધી સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW