લઘુતમ વેતન સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતાં અંતે સફાઈ કર્મચારીઓ હડતાળ પર, ચોમાસામાં ઠેરઠેર ગંદકી વચ્ચે નાગરિકો હેરાનપરેશાન…

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આજથી વિવિધ પડતર માંગણીઓ અનુસંધાને હડતાલ શરૂ કરવામાં આવી છે, જેના કારણે વર્તમાન વરસાદી માહોલ વચ્ચે વાંકાનેર શહેરની સાફ-સફાઈ તથા સ્વચ્છતા ખોરંભે ચડી છે, બાબતે સફાઈ કર્મચારીઓ દ્વારા લઘુતમ વેતનની માંગણી કરવામાં આવી હોય પરંતુ બાબતે હજુ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવતાં આજથી સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વાંકાનેર નગરપાલિકા કચેરીના ગેટ બહાર પાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓ અનુસંધાને હડતાલ પર ઉતરી ગયા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા અને સરકાર સમક્ષ લઘુતમ વેતન તથા હંગામી કર્મચારીઓને કાયમ કરવાની માંગણી કરવામાં આવી હોય, પરંતુ આજસુધી બાબતે કોઈ કામગીરી ન કરાતા આખરે સફાઇ કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે. જેના કારણે વર્તમાન વરસાદી માહોલ વચ્ચે શહેરની સફાઈ ખોરંભે ચડી જતા ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે કોઈ ગંભીર રોગચાળો ફેલાય તે પુર્વે જ સમસ્યાનું નિરાકરણ કરવા વાંકાનેરના બહુમત નાગરિકો માંગ કરી રહ્યા છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!