મુસાફરો સાવધાન : વાંકાનેર નજીક ઇકો ચાલકને માઝા પીવડાવી બેભાન કરી મોબાઇલ, વીંટી અને ગાડી લુંટી બે ગઠીયા ફરાર….

0

ઈકો ચાલકને માઝામાં ઘેની પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી બે શખ્સો છનન, બે દિવસે ભાનમાં આવેલ યુવાને વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી….

સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે મુસાફરોના ફેરા કરતો ઇકો ચાલક મોરબી સાસરે રહેલી બહેનને તેડવા માટે આવતો હોય ત્યારે રસ્તામાં ઇકો કારમાં લીમડીથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયાઓએ ઇકો ચાલકને મેંગો માઝામાં ઘેની પદાર્થ પીવડાવી બેભાન કરી સોનાની વીંટી, મોબાઈલ અને ઇકો કારની લૂંટ ચલાવી હતી, જેમાં બનાવના બે દિવસ બાદ ઈકો ચાલક વઘાસીયા ટોલનાકા નજીકથી બેભાન હાલતમાં મળી આવતા તેણે બાબતની જાણ પોલીસને કરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નાગરાજભાઇ ચંદ્રકાંતભાઇ મકવાણા (ઉ.વ. 33, રહે. સુરેન્દ્રનગર) નામનો યુવાન સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે નિયમિત રીતે પેસેન્જરની હેરફેર કરતો હોય, જેમાં ગત તા.12ના રોજ નિત્યકર્મ મુજબ સુરેન્દ્રનગરથી લીમડી પેસેન્જર ભરીને ગયો હતો, બાદમાં નાગરાજભાઇના મોરબી ખાતે રહેતા બહેનને તેડવા જવાનું હોય લીમડી પાસે મુસાફરોની રાહ જોતો હતો તેવામાં અંદાજે 35 વર્ષની ઉંમરના બે શખ્સનો ભેટો થયો હતો…

જેમાં આ મુસાફરના સ્વાંગમાં મળેલા બંન્ને ગઠિયાઓએ રૂ. 1000ના ભાડમાં લીમડીથી મોરબી આવવા નક્કી કરીને બેસી ગયા હતા અને બાદમાં બપોરે ઇકો કાર વાંકાનેર બાઉન્ડ્રી નજીક પહોંચતાં, બન્નેએ ભૂખ લાગી હોવાનું કહેતા વાસુકી હોટલ પાસેથી ગાંઠિયા અને માઝા મેંગો લઈ ઈકોમા બેસી ગયા હતા. જો કે નાગરાજભાઈએ નાસ્તો કરી લેવાનું કહેતા બન્ને ગઠિયાઓએ રસ્તામાં ક્યાંક નાસ્તો કરશે તેવું કહી ગાડી ચલાવવાનું કહેતા નાગરાજભાઇ ગાડી લઈને મોરબી તરફ આગળ વધ્યા હતા…

દરમિયાન વાંકાનેર બાઊન્ડ્રીથી બે-ત્રણ કિલોમીટર ગાડી આગળ જતા રસ્તામાં વૃક્ષનો છાંયડો જોઈ બન્ને ગઠિયાઓએ ગાડી ઉભી રખાવી હતી અને પડીકા ખોલી નાસ્તો કરતા કરતા નાગરાજભાઈને નાસ્તો કરવાનું કહેતા નાગરાજભાઈએ બે-ત્રણ ગાંઠિયા ખાધા હતા અને અગાઉથી કાવતરા મુજબ બન્નેએ એક અલગ ગ્લાસમાં માઝા મેંગો કાઢી નાગરાજભાઈને પીવડાવતા નાગરાજભાઈ બેભાન થઈ ગયા હતા, જે પછી બે દિવસ બાદ નાગરાજભાઈ વઘાસીયા ટોલનાકા નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં હોય, ત્યાં પરિવારજનોને આ તમામ ઘટનાની વાત કરી અહીં કેમ પહોંચ્યા તે અંગે પૂછ્યું હતું…

વધુમાં ઘેરથી નીકળ્યા બાદ બે દિવસ સુધી નાગરાજભાઈ લાપતા બનતા તેમના પરિવારજનોએ શોધખોળ કરી ફોટા સહિતના મેસેજ વાયરલ કરતા તેઓ વઘાસીયા નજીકથી મળી આવ્યા હતા. ભાનમાં આવેલા નાગરાજભાઈના હાથમાંથી બંને ગઠિયાઓએ સોનાની વીંટી, ખીસ્સામાંથી રોકડા રૂ. 3000, મોબાઈલ ફોન તેમજ ઇકો કાર સહીત કુલ રૂ. 2.50 લાખનો મુદામાલ લઈ નાસી જતા, આ મામલે ઈકો ચાલકએ વાંકાનેર તાલુકા પોલીસમાં બનાવ અનુસંધાને ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf