વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા આજે રવિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા સપ્તાહના ભાગરૂપે રનફોર મેરેથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી, લીલી જંડી આપી દોડની શરૂઆત કરવામાં આવી હતી…

વાંકાનેર ભાજપ દ્વારા આયોજિત આ રન ફોર મેરાથોનમાં વાંકાનેરના 120 જેટલા વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેનો રૂટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુએ શરૂ કરી શ્રી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી અને ત્યાંથી પરત વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી યોજાઇ હતી જેમાં વિજેતા ડુમાણિયા ઘનશ્યામભાઈ, ધરજીયા સંજયભાઈ, ડાભી કિશનભાઇ, શેરસિયા નસીરાબાનું ઈદ્રીશભાઈને ઈનામ આપવામાં આવ્યા હતા….

આ સ્પર્ધામાં વાંકાનેરની કે. કે. શાહ હાઈ સ્કુલ, વી.એસ. શાહ સાયન્સ સ્કુલ, દોશી કોલેજ અને શ્રી અમરસિંહજી હાઇસ્કુલના ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તકે
મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા, અમરશીભાઈ મઢવી(મોરબી જિલ્લા પોલીસ સલાહ સમિતિ સભ્ય), પ્રજ્ઞાબા ઝાલા (મહિલા મોરચા પ્રમુખ), કિરણબેન, અમિતભાઈ શાહ-ઉપપ્રમુખ, હિરેનભાઈ ખીરૈયા-ઉપપ્રમુખ,

નરેશભાઈ પરમાર(એસ.સી. મોરચા મંત્રી) તેમજ યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, નિતેશભાઈ પાટડીયા-મહામંત્રી, ઋષિરાજસિંહ ઝાલા-ઉપપ્રમુખ, તાલુકા યુવા મોરચા પ્રમુખ હરેશભાઇ મદ્રેસાણીયા, કિશોરસિંહ ઝાલા-મહામંત્રી, મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દોશી કોલેજના અધ્યાપક ડો. યોગેશભાઈ ચાવડાએ મહત્વનો ફાળો આપ્યો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!