વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને ઉત્સાહ વધે તે હેતુથી આગાખાન સંસ્થા દ્વારા બાલમેળો અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 અને 2 ના બાળકો માટે સંગીત ખુરશી, ધોરણ 3 થી 5 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને લેફ્ટ-રાઈટ ગેમ, ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચાર્ટ એક્ટિવિટી અને તહેવાર પ્રસંગે પૂજાની થાળી શણગારવી જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી….
આ કાર્યક્રમનો મુખ્ય હાર્દ ટ્રેડિશનલ ડ્રેસ ફેસ્ટિવલ રહ્યો હતો અને સાથે સાંજે બહેનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકોએ હોસે હોસે ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે તમામ વિજેતા બાળકોમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આગાખાન સંસ્થાના નિશાબેન શેરસિયા, આકીબભાઈ ખોરજીયા તથા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતએ જહેમત ઉઠાવી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR