વાંકાનેર શહેરના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીક દોશી કોલેજ પાસે રોંગ સાઈડમાં આવતાં એક ઈકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પિતા-પુત્રને ઇજાઓ પહોંચતા બાબતે તેમણે ઈકો ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકનેર શહેરના સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ નજીક દોશી કોલેજ પાસે રોંગ સાઈડમાં આવતાં એક ઈકો કાર નં. GJ 36 B 3786ના ચાલકે ત્યાંથી પસાર થતા ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બાઇક ચાલક અમાનભાઇ અકીલભાઇ ડંડીયા તથા બાઇક પાછળ બેઠેલા પિતા અકીલભાઈને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં બાઇક ચાલકે ઈકો કારના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!