વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ નજીકથી પસાર થતા એક વિકલાંગ યુવાનને રસ્તામાં રોકી પોલીસની ઓળખ આપી આરોપીએ માર મારી જાતી પ્રત્યે હડધૂત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં પીડીત યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે આરોપી સામે એન્ટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહેન્દ્રભાઈ આંબાભાઈ સોલંકીએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી સોહિલભાઈ ખોજા(રહે. નાની બજાર, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં આરોપીએ ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરી પોતે પોલીસની ખોટી ઓળખ આપી, ” તું દારૂ પી ખેલ કરે છે ” તેમ‌ કહી ફરિયાદીને માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતાં બાબતે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!