વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મુકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલના રોજ વાંકાનેર રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હડફેટે એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

મૃતક યુવાનની ઉંમર 35 વર્ષની આસપાસ હોય અને જેને જમણા હાથની કલાઇ પર GHANDRIKA ત્રોફાવેલ હોય, જેની ડેડબોડી હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ હોય જેથી કોઈ વ્યક્તિને મરણ જનારની ઓળખ મળે તો રેલ્વે પોલીસના હેડ કો. ખોડાભાઈ મકવાણાનો મો. 90337 76511 પર સંપર્ક કરવા જણાવાયું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!