ગૌરક્ષકોની ટીમ દ્વારા રસ્તામાં જ આરોપીને ઝડપી પાડી પોલીસ હવાલે કરાયો, એક આરોપી ફરાર….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક બોલેરો વાહનમાં ક્રૂરતા પૂર્વક કતલખાને લઈ જવાતા એક ગૌવંશ(વાછરડા)ને બચાવી એક આરોપીને પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીકથી દીપકભાઈ ખાંડેખા સહિતના ગૌરક્ષકોએ બોલેરો પિકઅપ ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલ વાછરડાને બચાવી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી….

જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ તરણેતર ગામના છના જીણા પરમારને ઝડપી લીધો હતો જ્યારે બોલેરો ચાલક રાજ નામનો શખ્સ નાસી ગયો હતો. જેથી પોલીસે બે લાખની બોલેરો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ કલમ-૧૧(૧)(ડી)(ઈ)(એફ)(એચ) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ કલમ-૫,૬,૮,૯,૧૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!