કારખાનેદારએ ખેતરમાં કારખાનાનું પાણી છોડતા મામલો મારામારી સુધી પહોંચી ગયો, બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી…
વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં આવેલ એક કારખાનેદારએ પોતાના કારખાનામાંથી ગંદું પાણી બાજુમાં આવેલ ખેડૂતના ખેતરમાં છોડતા વાડી માલિકે કારખાનેદારને પાણી નહિ આવવા દેવાનું કહેતા બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથે મારામારી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારની ગામની સીમમાં આવેલ વાડીની બાજુમા એક કારખાનું આવેલ હોય જેમાં કારખાનેદાર આરોપી કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા (રહે. વિશીપરા, વાંકાનેર)એ પોતાના કારખાનામાંથી ગંદું પાણી ખેડૂતના ખેતરમાં છોડતા બાબતે ખેડૂત મોહયુદીનભાઇએ આ પાણી પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા આરોપીને જણાવતા આરોપી કપીલભાઇ ધરોડીયા એકદમ ઉશ્કેરાઇ જઇ,
ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના સળીયા વડે ખેડૂત પર હુમલો કરી ફરિયાદીને માથામાં બે-ત્રણ ઘા મારી લેતા હેમરેજ જેવી ઇજાઓ પહોંચી હતી, જેથી આ બાબતે ખેડૂતએ આરોપી કારખાનેદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી કૌશીકભાઇ ઉર્ફે કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ખેડૂત સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના કારખાનાની મોટર બંધ થઈ જતા આરોપીના ખેતરમાં પાણી જતું હોય આરોપી મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારએ બાબતે ફરિયાદી પર લોખંડના પાઇપ વતી માથાના ભાગે મારતા ઇજા કરી વાસામા તથા પાછળના ભાગે લોખંડનો પાઇપ મારતા મૂઢ ઇજાઓ પહોંચાડી હતી જેથી પોલીસે આ મામલે આરોપી સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1